કિશાન, કલાત્મક્તા અને ક્રાંતિ

ઝવેરચંદ મેઘાણી એ કહેલ એક વાત:

“જીવન ની મોકળાશ મળે તો જ માણસ ના તાપ-સંતાપ ટળે..”

દેશ માં ચાલી રહેલ વિમુદ્રિકરણ જાણે અજાણે ઘણા લોકો ને હેરાન કરતુ હોય એવું લાગતું હોઈ ત્યારે (જોકે ઘણાં હેરાન થાય છે અને ઘણાં હેરાન પણ કરે છે.) આ બધા ની વચ્ચે “ધરતી-પુત્ર” કહેવાતો માણસ કઇ પરિસ્થિતિમાં માંથી પસાર થાય છે એ જાણ્યું શેરી માં ટ્રેક્ટર ભરી ને શેરડી લઇ ને આવનાર આ ધરતીપુત્ર પાસેથી..

“કેમ તમે આવ્યા વેચવા?” એવું પૂછતાં શું મસ્ત જવાબ આપે છે.

“ટ્રેક્ટર પડ્યું તું, શેરડી નાખી yard એ જાઉં તું, પછી થયું ચાલો ને આજે આપણે જ જાય વેચવા. જોઈએ શું મળે છે..!! ચાર દિવસ આવી રીતે કાઢ્યા પછી એટલી ખબર પડી કે ખરાબ season માં હિમ્મત હારી ને ઝાડે લટકાઈ ને બેતુંકીયા અને લબાળિયા બનવા કરતા પરિસ્થિતિ નો સામનો કરી રસ્તો ગોતવો વધુ સારું. આશ્ચર્ય તો એ છે કે આટલી કમાણી તો દેશ (ગામ) માં બેઠા બેઠા ક્યારેય નઈ કરી..!! લોકો ને જાણ્યા, પરખ્યા અને “ઓળખ્યા”. ઘણું શિખ્યા..!!”

એને તો નથી પડી કાળા નાણા ની કે નથી પડી corruption ની. એને ચિંતા છે કે ધરા એ આપેલ અમૂલ્ય પાક જો આ વચ્ચેટિયાઓ (Intermediaters) ને લીધે લોકો સુધી પોહચશે નઈ તો એની મહેનત પાણી માં જશે.
એની પાસે સરકાર નો વિરોધ કરવાનો કે વખાણ મારવાનો Time નથી.
બધું એકબાજુ રાખી, વચ્ચેટિયાઓ ને bypass કરી ને એ તો નિકળી ગયા ગામ માં.

મજા આવી ગઈ નાના એવા આ વાર્તાલાપ માં.
એે સાચા હતા કે ખોટા એ તો રામ જાણે પણ કંઈક નવું કર્યું એ જાણી ને ઘણી પ્રેરણા મળી..

PS: Bargaining પણ સરખું નતા કરતા એ લોકો. 100 ની 5 કિલો શેરડી 60 ની હસતા હસતા આપી ગયા..!! અને સાથે ઘણું શીખવતા પણ ગયા.. એય મફત માં..!!

#Respect #Proud #Indian

Leave a comment